જીવનને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાંથી પણ શ્રેષ્ઠ રીતે જીવતા શીખોઃ સ્પર્શ શાહ
જીવનને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાંથી પણ શ્રેષ્ઠ રીતે જીવતા શીખોઃ સ્પર્શ શાહ
વિશ્વઉમિયાધામ સમસ્ત સમાજનું આસ્થાનું અને એકતાનું ધામ આર.પી.પટેલ
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિધામ દ્વારા યુવા શક્તિને વૈશ્વિક ફલક પર પ્રોજેક્ટ કરવાના ઉદ્દેશ્યથી ઈન્ટરનેશન આર્ટિસ્ટ સ્પર્શ શાહના મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલના માર્ગદર્શન અને ડો. જીતેન્દ્ર અઠીયા, માઇન્ટ ટ્રેનર એન્ડ લાઇફ કોચ, ડો, ભગીરથભાઈ પટેલ, ડો બ્રિજેશભાઈ પટેલના સહયોગથી કરાયું હતું. અમેરિકાના મેડિશન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલા HOWDY MODI કાર્યક્રમમાં વંદે માતરમનું પ્રથમ પર્ફોમન્સ આપી સુપ્રસિદ્ધ થયેલા 19 વર્ષીય મુળ સુરતનો અને અમેરિકામાં વસવાટ કરતા યુવાન સ્પર્શ શાહે જીવનની અનેક વિટંબણા વચ્ચે પણ જીવનને કેવી રીતે નિખારી શકાય તે અંગે વાત કરી હતી. જન્મ સમયે ૩૫ ‘ફ્રેકચર’ અને ૧૮ વર્ષમાં જેના શરીરમાં 140 ‘ફ્રેકચર’ થઈ ચૂક્યા છે એવા ‘ઈન્ટરનેટ સેન્સેશનְ’ સ્પર્શ શાહના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના 500થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ મોટીવેશન કાર્યક્રમનું આયોજન વિશ્વઉમિયાધામ અને સ્માર્ટ વિલેજ મુવમેન્ટના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.
વિશ્વઉમિયાધામ સમસ્ત સમાજનું આસ્થાનું અને એકતાનું ધામ આર.પી.પટેલ
કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયાધામ સમસ્ત સમાજનું આસ્થા અને એકતાનું ધામ છે, જ્યાં કોઇપણ વ્યક્તિ પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. આવી વિશિષ્ટ શક્તિઓને પ્લેટફોર્મ પુરુ પાડીને યુવા વર્ગને પ્રોત્સાહીત કરવાના અભિગમ સાથે સંસ્થા કાર્યરત છે. વિશ્વઉમિયાધામના માધ્યમથી સમાજની પોઝિટિવ શક્તિઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની છે. આ સમગ્ર સામાજિક શક્તિ ભારતને પણ વિશ્વના નકશામાં એક અલગ સ્થાન આપશે.
જીવનને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાંથી પણ શ્રેષ્ઠ રીતે જીવતા શીખોઃ સ્પર્શ શાહ
મોટીવેશન કાર્યક્રમમાં યુવાનોને સંબોધિત કરતાં સ્પર્શ શાહે જણાવ્યું કે યુવાનોએ ત્રણ સુત્રોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સૌ પ્રથમ PAY TO FORWARD અર્થાત્ તમારી પાસે જે પણ સેવા છે તે અન્યોને આપો. અન્યોની મદદ કરો. બીજુ LOOSE YOURSELF સામાજિક જીવનમાં તમારી જાતને ખોઈ બેસો. તમે કંઈક છો એવું ભુલી અન્યો માટે કામ કરો. અને ત્રીજું LOVE અન્યોને ખુબ જ પ્રેમ કરો. તેઓને લાગે આપણે માત્ર તેમના માટે જ છીએ. વધુમાં કહ્યું કે “ભલે મારાં હાડકાં બટકણા હોય, મારા કંઠ અને મારા સાહસને કોઈ જ તોડી શકે તેમ નથી..”