દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ભારતના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે અમેરિકામાં સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ ( SVM ) ચલાવાઈ રહી છે. જે સ્માર્ટ વિલેજ ઇકોસિસ્ટમ બનાવવા માટે બર્કલે-હાસ સેન્ટર ઓફ ગ્રોથ માર્કેટ સાથેની સંસ્થા દ્વારા સુવિધાયુક્ત સહયોગી પ્રક્રિયા છે. કે જે ભારતના ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર, એકેડેમિયા, કોર્પોરેશનો અને ગ્રામીણ સમુદાયો સાથે ભાગીદારી કરે છે. જેનો હેતુ ભારતના ગ્રામીણ સમુદાયોને ઉદ્યોગ સાહસિકતા, નોકરીની કુશળતા અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ માટે કાબેલ બનાવવાનો છે.
SVM ની પ્રથમ ભંડોળ ઊભુ કરવાની ઇવેન્ટમાં કુલ $680,000 એકત્ર થઇ ગયા હતા. જે ભારતમાં નવીન તકનીકો અને ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટ્સના પાઇલોટિંગ તરફ જાય છે .
કાર્યક્રમની શરૂઆત લંચ અને નેટવર્કિંગ સેશન અને નૌઝાદ સદરી અને રાહુલ જતિન દ્વારા સંગીતમય મનોરંજન સાથે થઈ હતી. તે કેલિફોર્નિયાના સેરીટોસ પર્ફોર્મિંગ આર્ટસ સેન્ટર ખાતે યોજાઈ હતી જ્યાં SVM ચેરમેન ડૉ. અનિલ શાહ, એમ.ડી. ને એસેમ્બલી સભ્ય શેરોન ક્વિર્ક-સિલ્વા દ્વારા પરોપકાર અને સામાજિક નવીનતામાં તેમના કાર્ય માટે પ્રશંસાની તકતીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અગ્રણી ભારતીય અમેરિકન શ્રી રાજેન્દ્ર વોરા સ્થાપક અને પ્રમુખ જૈન સોશિયલ ગ્રૂપ બેવર્લી હિલ્સ દ્વારા ડો.ર્અનિલ શાહ એમ.ડી. ને પરોપકાર માટેના અનુકરણીય સમર્પણ અને સ્માર્ટ વિલેજ ચળવળની સ્થાપના અને સફળતામાં સહયોગ આપવા માટે કેલિફોર્નિયા રાજ્યના 50મા એસેમ્બલી ડિસ્ટ્રિક્ટ વતી પ્રોક્લેમેશન્સ આપવામાં આવ્યું.
સુશ્રી વંદના તિળકે દાનનું મહત્વ વ્યક્ત કર્યું. યુએસએમાં શીખ ધર્મના એમ્બેસેડર ભાઈ સાહેબ સતપાલ સિંહે SVM ને ટેકો જાહેર કર્યો. ડો.અનિલ શાહે ત્યારબાદ લાઈવ પ્રોજેક્ટ સેશનનું નેતૃત્વ કર્યું . જ્યાં MSI સરફેસના ઉદાર સમર્થકો શ્રી મનુભાઈ અને સુશ્રી રીકાબેન શાહ દ્વારા મેચિંગ ડોનેશનની જાહેરાત કરવામાં આવી, જેના પરિણામે કુલ 680,000 ડોલરના ડોનેશન માટે વચનો મળ્યા. જે ભારતમાં ગ્રામીણ વિકાસને પુનઃ વ્યાખ્યાયિત કરવા તરફ જશે. ત્યારપછી મહેમાનોને અમદાવાદ, ગુજરાતના માસ્ટર માઇન્ડ ગુરુ ડૉ. જીતેન્દ્ર અઢિયા દ્વારા “અનલીશ ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ” એક આકર્ષક ટોક આપવામાં આવી હતી. ગાયકો નૌઝાદ સદરી અને રાહુલ જતિન દ્વારા સંગીતમય મનોરંજન રજૂ કરવામાં આવ્યું હતું.
ગ્રામીણ અલ્પવિકાસ એ વૈશ્વિક ગરીબી અને ભીડવાળા શહેરી વિસ્તારોમાં ફરજિયાત સ્થળાંતરનું મુખ્ય કારણ છે. વિશ્વના ઘણા ભાગોમાં, ગ્રામીણ વિસ્તારો આર્થિક વિકાસ, આવશ્યક સેવાઓની પહોંચ અને જીવનની ગુણવત્તાના સંદર્ભમાં શહેરી વિસ્તારોથી પાછળ છે. ભારતમાં સામાજિક-આર્થિક વિકાસમાં SVMના મિશનમાં ગ્રામીણ-શહેરી અંતરને દૂર કરવું એ મુખ્ય હેતુ છે. “અમારું ધ્યેય ગ્રામીણ લોકોને ડિજિટલ તકનીકો દ્વારા સશક્ત બનાવવાનું છે અને વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટે નવીનતા પ્લેટફોર્મ ખોલવાનું છે.” એસવીએમના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ.અનિલ શાહ કહે છે. SVM એ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને હવે મેઘાલયમાં સક્રિય રીતે પાઇલટ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. ભારતના અન્ય રાજ્યો જેમ કે ગુજરાત, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડે પણ તેમના અનોખા ગ્રામીણ પડકારો માટે SVM મોડેલમાં રસ દર્શાવ્યો છે અને પ્રયાસો હવે સમગ્ર ભારતમાં વધી રહ્યા છે.
આ પ્રસંગે ડો. અનિલ શાહ એમ.ડી., કેલિફોર્નિયા એસેમ્બલી વુમન શેરોન કિર્ક સિલ્વા ,શ્રી રાજેન્દ્ર વોરા ,શ્રી રિતેશ ટંડૂન, શ્રી ઘનશ્યામસિંહ ઝાલા, એકલ વિદ્યાલયના શ્રી સુરેશ ઐયર, સુશ્રી રીકાબેન અને શ્રી મનુ શાહ, ડો. જીતેન્દ્ર અઢિયા, શ્રી કનકસિંહ ઝાલા, શ્રી એ.ભંડારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેવું શ્રી રાજેન્દ્ર વોરાની યાદી જણાવે છે.